Blog
Real Story of our founder Sudhaben Patel…

ભારતમાં દરેક માતાની એક આગવી કહાની છે. આજે આપણે એવી જ એક મધર ઇન્ડિયા ની વાત કરવાની છે એ છે સુધાબેન દેલવાડિયા.
આપણે ત્યાં કહેવાતી ‘ગૃહિણી’ એટલે કે મા પોતાના પરિવાર ને આર્થિક ટેકો કરવા ભરતગૂંથણ, ટિકીમોટી કે સિલાઈકામ કરતી હોય છે…..(દરેક 90’s kids એ પોતાની માને આવું કોઈક કામ કરતા જોઈ જ હશે)
એમ આપણા સુધાબેન પણ સિલાઈકામ કરે અને બાળકોને ભણાવે…એમને એક દિકરો અને દિકરી… પતિ પાનનો ગલ્લો ચલાવે….એટલે કે મધ્યમવર્ગીય પરિવાર…
દરેક માં બાપ ની ઈચ્છા હોય કે દિકરા સારું ભણે અને વ્યવસ્થિત નોકરીએ ચડે તો એમનો આ સંઘર્ષ ઓછો થાય…
દિકરો આ સંઘર્ષ જોતો…એટલે સમજણ તો ગળથૂથી માંથી….તે ભણવામાં પણ વ્યવસ્થિત..એટલે પરિવારની આશા…
સારા ભણતર બાદ દિકરાને સારી નોકરી પણ મળી ગઈ…અને આ પરિવાર ધીમે ધીમે બે પાંદડે થવા લાગ્યો …
બસ હવે શું ….સંતોષી પરિવાર…આર્થિક તકલીફ તો ગઈ…બસ હવે માં બાપ ની એક જ ઈચ્છા હોય કે દિકરાના લગ્ન લેવાય જાય તો સામાજિક જવાબદારી પણ પતે…
સમય આવ્યે દિકરાના લગ્નનું પણ ગોઠવી નાખ્યું…સુધાબેન ને પણ હરખ સમાય નહિ …દિકરાના લગ્ન બાદ પોતે નિવૃત્ત અને એ ય શાંતિથી ભજનકીર્તન કરશે એવી એમની ખેવના…
વતનમાં બધા પરિવારજનો ની હાજરીમાં રંગેચંગે લગ્ન સંપન્ન થયા…પરિવારમાં પણ આનંદ અને ઉત્સાહનો માહોલ…
પણ નિયતિ એ શું નક્કી કર્યું હોય એ કોને ખબર…!
લગ્નના બીજા જ દિવસે.. હજુ તો શરણાઈ ના શૂર સમ્યા નહોતા ત્યાં દિકરાને થોડી શ્વાસ માં તકલીફ પડવા લાગી….એટલે ત્યાં ડોકટરને બતાવ્યું…તો ડોકટરે કીધું કે કિડનીમાં પ્રોબ્લેમ લાગે છે…કોઈ મોટી હોસ્પિટલમાં તાત્કાલિક બતાવવું પડશે…
એટલે વતનથી એમ્બ્યુલન્સ વાટે આવ્યા સિવિલ હોસ્પિટલ અમદાવાદ….નવી વહુએ પણ અમદાવાદમાં પોતાનું ઘર નહિ હોસ્પિટલ પહેલા જોઈ….છે ને વિધાતાના લેખ….
ત્યાં પૂરતી તપાસ બાદ ડોકટરે કહ્યું કે કિડની ફેઇલ છે…કારણ તો બ્લડ કલોટિંગ… ડાયાલિસિસ અથવા ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે ….
હવે શું ..માં બાપ ને આ સાંભળીને પગ નીચેથી જમીન સરકી ગઈ ….જાણે કે પોતાનું બધું જ લૂંટાઈ ગયું હોય એમ….સુધાબેન માટે તો ચારદિન કી ચાંદની ફિર વહી અંધેરી રાત જેવું થયું….
સુધાબેન અને પરિવાર માથે તો જાણે તકલીફોનો પહાડ તૂટી પડ્યો……..લગ્ન નો ખર્ચો ને ઉપરથી આ મેડિકલ ખર્ચો….
કોઈકે કહ્યું કે impact guru પરથી ટ્રાન્સપ્લાન્ટ માટે ફંડ રેઇસ કરી શકાય….પણ એવું તો આ ખુદ્દાર માં દિકરાને કરવું નહતું….
પછી શું..? ફરીથી આ મધર ઇન્ડિયાએ પડકાર ઝીલવાનું નક્કી કર્યું ….અને હવે એમણે ઘરેથી જ શિયાળુ મીઠાઈ અને નાસ્તા બનાવીને વેચવાનું ચાલુ કર્યું છે……જે home delivery પણ કરી આપે છે…
એમની પર દયા કરીને નહિ પણ જો તમારે ખરેખર કઈક સારી વસ્તુ ખાવી હોયને તો તમે જરૂર ટ્રાય કરજો…
અને આપણાં સુધાબેન પાછા ચુસ્ત વૈષ્ણવ છે એટલે ચોખ્ખાઈનું તો કહેવું જ ના પડે….એમના જેવી Hygiene and Quality તમને બીજે ક્યાંય નહિ મળે…
તો રાહ શેની આજે જ order કરો…
mumma.special
9898140174